Apexa Gyan Key

ન્હાનાલાલ

આજે 9 જાન્યુઆરી ગુજરાતી સાહિત્યના ડોલનશૈલી ના પિતા તરીકે જાણીતા કવિ “ન્હાનાલાલ”પુણ્યતિથિ ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે

 જન્મ:- 16 માર્ચ૧૮૭૭

 જન્મસ્થળ:- અમદાવાદ

 મૃત્યુ :-9 જાન્યુઆરી 1946

 ઉપનામ:- પ્રેમભક્તિ, કવિ સમ્રાટ,

 પૂરુંનામ :-કવિ ન્હાનાલાલ દલપતરામ તરવાડી

 માતા:- રેવાબહેન / કવિ દલપતરામ 

જીવન ઝરમર

તેઓ એક ગુજરાતી સાહિત્યના કવિ ,નાટ્યલેખક, તરીકે જાણીતા હતા 

તેમણે લેખનની શરૂઆત ‘વસંતોત્સવ’ કાવ્યો દ્વારા કરી હતી

 તેઓ રાજકોટની રાજકુમાર કૉલેજમાં અધ્યાપક તરીકે પણ સેવા આપી ચૂક્યા છે

 કવિ ન્હાનાલાલ પ્રતિભાશાળી ઊર્મિકવિ છે

 તેમણે સમ્રાટ અશોકના શિલાલેખને ‘શૈલકણ’ તરીકે સંબોધ્યા છે 

તેઓ રાજકોટ રાજ્યના સરન્યાયાધીશ અને નાયબ દીવાન પણ રહી ચૂક્યા છે

તેમની મૂળ અટક ‘ત્રિવેદી’ હતી 

કવિ નાનાલાલે કહ્યું:- કવિ કાન્તને ‘ઉગ્યો પ્રફૂલ્લ અમી વર્ણય ચંદ્રરાજ’ કહીને સંબોધ્યા હતા 

તેમનો હરિસહિંતા કાવ્ય જે અધૂરું રહ્યું હતું તે જવાલાલ નેહરૂ ના હસ્તે પ્રસિદ્ધ થયું હતું 

તેમણે ગાંધીજીની જન્મ જયંતી *ગુજરાતનો તપસ્વી* રચના અર્પણ કરી હતી 

 તેમણે ગુજરાતીમાં સૌપ્રથમવાર છંદ વિનાનુ અછાંદસ કૃતિ આપી

તેઓ 9 જાન્યુઆરી 1946 ના રોજ અમદાવાદ ખાતે અવસાન પામ્યા હતા

 તેમની સ્મૃતિમાં ભારત સરકાર ૧૯૭૮માં તેમના નામની ટપાલ ટિકિટ બહાર પાડી હતી

 સાહિત્યસર્જન

નાટક:- ઈન્દુકુમાર, વિશ્વગીતા ,જયાજયંત, સંઘમિત્રા પ્રેમકુજ

 કાવ્ય :-પ્રેમભક્તિ ,ભજનાવળી

 મહાકાવ્ય:- કુરુક્ષેત્ર

 નવલકથા:- ઉષા અને સારથી

જાણીતી પંક્તિ

અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ…

 પાર્થને કહો ચડાવે બાણ…

 ધન્ય હો ! ધન્ય જ પુણ્ય…

મહેશ સોરાણી & જીતુ ગોહેલ