સ્વામી વિવેકાનંદ

આજે 12 જાન્યુઆરી હિન્દુવાદના પ્રણેતા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે

જન્મ:- 12 જાન્યુઆરી 1863

 જન્મસ્થળ:- કલકત્તા

 મૃત્યુ :-4 july 1902 

મૂળનામ :-નરેન્દ્ર

 ગુરુ :-રામકૃષ્ણ પરમહંસ

 માતા-પિતા:- ભુવનેશ્વરીદેવી /વિશ્વનાથ દત્ત 

▪️જીવન ઝલક▪️

 સ્વામી વિવેકાનંદ આપણી શ્રેષ્ઠ આધ્યાત્મિક વિભૂતિઓ માના એક હતા્

  તેમણે રામકૃષ્ણ પરમહંસની કૃપાથી એમની આધ્યાત્મિક જિજ્ઞાસા પરિતૃપ્ત થઈ હતી 

આજે તેમની 157 ની જન્મ જયંતી ઉજવાઇ રહી છે

 સ્વામી વિવેકાનંદનો જન્મદિને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે

 તેઓ આધ્યાત્મિક ગુરુ તરીકે જાણીતા હતા

 તેમની મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા પાસે તેમની પ્રતિમા મુકવામાં આવી છે

  તેઓ કેહતા:-“મને યુવાપેઢીમાં આધુનિક પેઢી માં શ્રદ્ધા છે કે મારા કાર્યકરો આ પેઢી માંથી જ આવવાના છે અને સિંહની માફક તેઓ સમગ્ર પ્રશ્નનું નિરાકરણ કરશે.”

 ગાંધીજીએ કહ્યું હતું કે’ હું તેમના( સ્વામી વિવેકાનંદ) ના લખાણો સાંગોપાંગ ઝીણવટથી અને પૂરેપૂરા વાંચી લીધા પછી મારામાં રહેલો સ્વદેશપ્રેમ હજાર ગણો વધી ગયો છે’ 

સ્વામી વિવેકાનંદે શિકાગો શહેરમાં ભરાયેલ વિશ્વધર્મ પરિષદમાં પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહી વિશ્વના ધર્મધરંધરોને  પોતાના પ્રવચન થી પ્રભાવિત કરનારા આ મહાન વકતાએ ભારતીય ધર્મ અને સંસ્કૃતિ નો ઝંડો વિશ્વભરમાં લહેરાયો.

 સુભાષચંદ્ર બોઝ એ કહ્યું હતું ” શ્રી રામકૃષ્ણ અને.સ્વામી વિવેકાનંદનું મારું ઋણ હુ શબ્દો દ્વારા કેવી રીતે વ્યક્ત કરી શકું…

સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વીડિયો કોન્ફરન્સ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનનું લોકાર્પણ કરશે.

એમ કહેવાય છે કે, નરેન્દ્રનાથે :-રામકૃષ્ણ પરમહંસને પ્રશ્ન પૂછ્યો કે શું તમે ઈશ્વરમાં માનો છો ગુરુદેવ.? તેમણે જવાબ આપતા કહ્યું હા…..

 પોતાના જ્ઞાનના વિકાસ માટે સદા માતાના ઋણી માનતા વિવેકાનંદ વર્ષ 1897માં રામકૃષ્ણ મઠની સ્થાપના કરી હતી 

11 સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ શિકાગોના આર્ટ ઈન્સ્ટિટ્યુટ ખાતે ધર્મ સંસદની શરૂઆત થઈ ત્યારે સ્વામી વિવેકાનંદ પ્રવચન નો પ્રારંભ ભાઈઓ તથા બહેનો ના સંબોધનથી કર્યું હતું

 તેઓ 4 જુલાઈ ૧૯૦૨ના રોજ માત્ર ૩૯ વર્ષની વયે નિધન થયું હતું 

▪️તેમના નારો:-▪️

“ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો..

 “શિક્ષણનો હેતુ માનવીને જ્ઞાનવીર બનાવવાનો નથી પરંતુ માનવીને ચારિત્ર્યવીર અને કર્તવ્યવીર બનાવવાનો છે..

✍🏻 મહેશ સોરાણી & જીતુ ગોહેલ 

1 thought on “સ્વામી વિવેકાનંદ”

Leave a Comment