વેણીભાઇ પુરોહિત

આજે (1:- ફેબ્રુઆરી) ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ વેણીભાઇ પુરોહિત ની જન્મ જયંતી ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે 

જન્મ:- ૧ ફેબ્રુઆરી 1916

 જન્મસ્થળ:- દેવભૂમિ દ્વારકા (જામ ખંભાળિયા)

 મૃત્યુ :- 3 જાન્યુઆરી ૧૯૮૦

ઉપનામ:- અખા ભગત ,સંત ખુરશીદાસ

પૂરું નામ :-વેણીભાઈ જમનાદાસ પુરોહિત 

વિશે  ઓળખ:-   ઉમાશંકર જોશીએ તેમને “બંદો બદામી” કહીને સંબોધ્યા હતા 

▪️જીવન ઝરમર

તેઓ ગુજરાતી સાહિત્યના કવિ, ગઝલકાર અને ગીતકાર તરીકે જાણીતા હતા 

તેઓ ગુજરાત સમાચાર’માં પત્રકાર તરીકે પણ સેવા આપતા હતા 

વેણીભાઈ દ્વારા રચિત :થાકે ન થાકે છતાંયે હો માનવી ના લેજે વિસામો’ ગીત ગાંધીજીની ખૂબ પ્રિય હતું

 તેમણે ‘ ઘડી મોજ …સામયિકથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી 

તેમણે ‘કંકુ’ ફિલ્મમાં બધા ગીતો  લખ્યા હતાં

તેઓ ‘ગોફણ ગીત’ શીર્ષક કોલમ પણ લખતા હતા

 તેમણે વર્ષ ૧૯૪૨માં હિંદ છોડો લડતમાં ભાગ લેવા બદલ 10 માસનો જેલવાસ ભોગવ્યો હતો 

તેમણે ‘”સહવાસ” કાવ્યસંગ્રહ બાલમુકુન્દ દવે સાથે મળીને લખ્યો હતો

 તેઓ 3 જાન્યુઆરી ૧૯૮૦ના રોજ અવસાન પામ્યા હતા

 ▪️સાહિત્યસર્જન 

કાવ્યસંગ્રહ:-નાનકડી નારનો મેળો, વિસામો, ઝરમર, સુખડ અને બાવળ સેતુ ,વન ,અમારા મનમા

  કાવ્ય:- નયના ,કાવ્ય પ્રયાણ

 ભજન:-નયણા, હેલી,વિસામો, અમલ. કટોરી

 ▪️જાણીતી પંક્તિ

 “”હજી આ કોકરવરણો તડકો છે સાંજ તો પડવા

 ‘તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી..

 “જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે

✍🏻 મહેશ સોરાણી & જીતુ ગોહેલ 

Leave a Comment