Apexa Gyan Key

કલાપી

આજે 26 જાન્યુઆરી ગુજરાતના રાજવી તરીકે જાણીતા કવિ કલાપી ની જન્મજયંતિએ ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે 

 જન્મ :-26 જાન્યુઆરી ૧૮૭૪ 

જન્મસ્થળ:- લાઠી( અમરેલી)

 મૃત્યુ :-9 જૂન 1900

ઉપનામ:- મધુકર કવિ,  રંગદર્શી કવિ,ન્યારા રાહના કવિ

 પુરૂનામ :-સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 

વિશેષ ઓળખ:-

 સુરતી વાડીનો મીઠો મોરલો (કાન્ત)

 યુવાનોના કવિ( સુન્દરમ્)

 પ્રણય અને અશ્રુના કવિ (કનૈયાલાલ મુનશી )

ગુરુ :-મણિલાલ નભુભાઈ ત્રીવેદી

 પત્ની :-રાજબા(રમા), કેસરબા (આનંદીબા) મોંઘી (શોભના) 

જીવન ઝલક

કલાપીનો અર્થ :-મોરલો 

તેમણે મધુકર ઉપનામથી સાહિત્ય લખવાની શરૂઆત કરી હતી 

તેઓ નાપણથી જ લાગણીપ્રધાન સાહિત્ય અને કુદરતી સૌન્દર્યનો ઘણો શોખ હતો 

કલાપી સૌપ્રથમ લેખનની શરૂઆત *કશ્મીરના પ્રવાસ* વર્ણનથી કરી હતી

 તેમને ગુજરાતી સાહિત્યમાં પ્રણય કાવ્યો આપ્યા હતા

 ગુજરાતી સાહિત્યને પ્રાણયના ભીનાશથી રંગનાર યુવાનોના કવિ તરીકે જાણીતા હતા

 કલાપી( ૧૯૬૬)નુ ગુજરાતી ચલચિત્ર જેમાં અભિનેતા સંજીવકુમારે કલાપીને ભૂમિકા ભજવી હતી 

તેમની ૧૮૯૨ થી ૧૯૦૦ સુધીની એમની સર્વ કાવ્યો *કલાપીનો કેકારવ* સંગૃહિત થયેલી છે જે વર્ષ 1903માં કાન્તના હાસ્તે પ્રકાશિત થઇ હતી

 કલાપી નું અવસાન 9 જુન 1900 રોજ થયું હતું

 કલાપીના અવસાન દુઃખથી તેમના મિત્ર રૂપાશંકર ઓઝાએ આજીવન પાઘડી ન પહેરવા નો ત્યાગ કર્યો હતો

 તેમની સ્મૃતિમાં *કલાપી તીર્થ* લાઠી ખાતે આવેલું છે જેમનું ઉદ્ઘાટન તાત્કાલિક માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું  

 કલાપી પુરસ્કાર

 ગુજરાતી ગઝલકારોની આપવામાં આવે છે .

આદિત્ય બિરલા સેન્ટર ફોર આર્ટ્સ એન્ડ રિસર્ચ દ્વારા આપવામાં આવે છે  

 આ એવોર્ડ માટે રૂ. 25000 આપવામાં આવે છે

અત્યાર સુધીમાં કુલ ૨૩ વ્યક્તિઓને કલાપી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે  

 સૌપ્રથમ(1997) :-અમૃત ઘાયલ 

અંતિમ(2019):-ઉદયન ઠક્કર એનાયત કરવામાં આવ્યો 

સાહિત્ય સર્જન 

ખંડકાવ્ય :-બિલ્વમંબળ

દીર્ઘકાવ્ય :-હમીરજી ગોહિલ

 પ્રવાસ નિબંધ:-કશ્મીરનો પ્રવાસ 

નવલકથા :-માલા અને મુદ્રિકા, નારી હૃદય

ઉર્મિકાવ્ય :-શિકારીને 

કાવ્ય :-કલાપીનો કેકારવ, એક આગિયા

તેમની જાણીતી પંક્તિ

 “ચળકાટ તારો એ જ પણ તુજ ખૂનની તલવાર છે ..

“જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી ..

“તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો …

“હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.. 

“હું જાઉં છું હું જાઉં છું ત્યાં આવશો ….

“રસહીન ધરા થૈ દિયા હૈ થયો નૃપ ….

“દર્દીના દર્દની પીડા વિધિને ય દિસે ખરી…

 “જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં ….

“કટાયેલું અને બુડુ ઘસીને …

 “પ્રેમને કારણો સાથે સંબન્ધ કાંઈયે નથી….

 “રે પંખીડા સુખથી ચણજો ગીત વા કાંઈ ગાજો …

“રહેવા દે રહેવા દે આ સંહાર યુવાન તું…

મહેશ સોરાણી & જીતુ ગોહેલ