મહાત્મા ગાંધીજી

“આજે (30:- જાન્યુઆરી ) ભારતના રાષ્ટ્રપિતા તરીકે જાણીતા “મહાત્મા ગાંધીજી “ની પુણ્યતિથિએ ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે “

● મોહનદાસ  ગાંધી

” વ્યક્તિ પોતાના વિચારોથી નિર્મિત એક પ્રાણી છે તે જેવું વિચારે છે તેવો બની જાય છે “

આજે ભારતના રાષ્ટ્રપિતા અને મહાત્માનું બિરુદ પામેલા મોહનદાસ કરમચંદ ગાંધી ની પુણ્યતિથિ છે જે “શહિદ  દિવસ”તરીકે ઉજવાય છે 

     તેમણે બ્રિટિશ રાજ પાસેથી આઝાદી મેળવવી ભારતની ચળવળને દુનિયાના નકશા પર મુકી તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહયાં છે

      2 ઓક્ટોબર 1869 ના રોજ જન્મેલા મોહનદાસ ગાંધીને બાળપણથી જ સારાં સંસ્કાર મળ્યા હતાં બચપણમાં હરિચંદ્રના નાટક અને પછી રસ્કિનના પુસ્તક ‘અન ટુ ધી લાસ્ટ ‘નો તેમના મન ઉપર ભારે પ્રભાવ પડયો અને સત્ય, અહિંસા, ગરીબો પ્રત્યે કરુણા, અસ્પૃશ્યતાનિવારણ અને સાદાઇ તથા જાતમહેનતના ચુસ્ત હિમાયતી બન્યા અને આઝાદી પણ કોઈ હોદ્દો સ્વીકાર્યા નહી અને લોકો વચ્ચે જ કોઈપણ જાતનાં રક્ષણ વિના રહિને શહીદીને વર્યા 

    માર્ટીન પણ ઘણી વખત કહેતા કે ગાંધીજીના આદર્શો સરળ હતાં તેમજ તે પારંપરિક રીતે હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલ સત્ય અને અહિંસા જેવી માન્યતા માંથી જેમ તારવેલ હતાં

“સત્ય અને અહીંસા મારા ભગવાન છે”

   ગાંધીજી ગુજરાતની ભાષાના એક સિધ્ધહસ્ત સાહિત્યકાર હતાં તેમણે સાહિત્ય લખ્યું છે તે કરતાં વધારે જીવી બતાવ્યુ છે.

      “કમજોર કયારેય માફ નથી કરી શકતો માફ કરવા માટે ખૂબ જ તાકાતની જરૂરિયાત હોય છે”

       તેમણે લંડન અને સાઉથ આફ્રિકામાં રંગભેદ અને  ભેદભાવ વિરુદ્ધ સત્યાગ્રહ કર્યા હતા 

વર્ષ 1920માં અસહકાર આંદોલન શરૂ કર્યું જેના ભાગરૂપે ડાયાભાઈ મહેતા ના મકાનમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી

 9 જાન્યુઆરી 1915માં સ્વદેશમાં આગમન તેમજ કેસર-એ- હિન્દ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા 

બાપુએ ગુજરાતમાં અમદાવાદ ખાતે ૧૯૧૫માં કોચરબ આશ્રમ (સત્યાગ્રહ આશ્રમ) અને વર્ષ 1917માં સાબરમતી આશ્રમ (હરિજન આશ્રમની) સ્થાપના કરી

 દર વર્ષે 30 જાન્યુઆરી ના રોજ સવારે 11:00 બે મિનિટ મૌન રાખી દેશ માટે શહીદ થયેલા શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે 

વિશ્વ વંદનીય વિભૂતિ મહાત્મા ગાંધીજી અનોખી માટે અનોખા માનવતા હતાં.

આઝાદી મળ્યા બાદ દેશ ના વિભાજનથી વ્યથિત મહાત્મા ગાંધીજીની નથુરામ ગોડસે ૩૦ જાન્યુઆરી 1946 ના રોજ પ્રાર્થના સભામાં જતી વેળાએ ગોળી મારીને હત્યા કરી .

હે રામ.👍!

       ‘આવો આપણે મળીને સંકલ્પ લઇએ કે આપણે તેમનાં આદર્શો પર ચાલીશું અને એમના અધુરા કાર્યોને પૂરા કરી તેમના સ્વપ્નોને સાકર કરીએ’

  “મારું જીવન એ જ મારો સંદેશ છે “ –     – ગાંધીજી 

          ✍🏻 મહેશ સોરાણી & જીતુ ગોહેલ 

Leave a Comment